અમારા સ્થાપક વિશે

અમારા સ્થાપક વિશે

શ્રી ઉમેશ આર. મહેતા

અધ્યક્ષ

મારો જન્મ તા.૧૦-૫-૧૯૫૯ માં જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકામાં થયો અને મારૂ બાળપણ રાજકોટ,આદિપુર તથા સુરત માં પસાર થયું.ધો. ૧ થી ૪ સુરત માં જીવનભારતી સ્ચૂલમાં ભણ્યો. મારા પિતાશ્રી રતિલાલ દેવજી મહેતા સુરત માં આઈ.ટી.આઈ માં ઇન્સ્ત્રતટકર તરીકે ફરજ બજાવત. ત્યારબાદ તેઓંની બદલી ભાવનગર ખાતે થતા અમે સૌ પરિવાર સાથે જુન ૧૯૬૮ થી ભાવનગર ગણેશ ભુવન ,કુમુદ વાડી ભાવ્નાગપરા ખાતે રહેવા આવી ગયા. ભાવનગરમાં સનાતન વિવિધ ધર્મ લક્ષ્મી હાયસ્કૂલ ધો. ૫ થી ૧૧ સુધી ટેકનીકલ વિષય સાથે ભન્યો.જુલાય ૧૯૭૭ માં મારા પિતાશ્રીની બદલી થતા રાજકોટ આવ્યા અને ત્યારથી આજદિન સુધી રાજકોટ સ્થાયી થયા. રાજકોટ માં ગ્રેજયુએશન B.Sc.(physic) સાથે કર્યું. પરંતુ પિતાજી સીવીલ એન્જીનીયરીંગ નું કામ કરતા હોવાથી મને B.E(civil) કરવાની ખુબજ ઈચ્છા હતી.મેરિટ ન આવતા થાય શક્યું નહિ.પરંતુ નિરાશ ન થતા ૧૯૮૦ મેં B.S.c.(physic)પૂર્ણ કર્યાબાદ ડીપ્લોમાં ઇન સિવિલ એન્જીનીયરીંગ(પાર્ટ ટાઇમ)(૧૯૮૧-૧૯૮૪)કર્યું. સાથે સાથે સૌરાષ્ટ્ર યુની. માં ફીજીકસ ડીપાર્ટમેંન્ટ માં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે ની નોકરી પણ શરું કરી. એપ્લોઇમેટ ની કચેરી માં નોંધણી કરી હોવાથી તેના દ્વારા એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ માટેનો મૌખિક ઇન્ટરવ્યુ કોલ આવતા ત્યાં ગયો અને ઈશ્વર કૃપા થી સીલેકટ પણ થયો. ૧૪-૧૧-૮૩ થી રાજકોટ આકાશવાણી ૨૮-૯-૮૭ થી દુરદર્શનમાં ફરજ બજાવતા બજાવત્તા ૩૧-૧૦-૯૦ થી પ્રોમોશન સીનીઅર એન્જી.આસિસ્ટન્ટ સાથે સુપર પાવર ટ્રાન્સમીટર રાજકોટ માં બદલી થઈ. આ સમય દરમ્યાન તા. ૪-૧૨-૮૬ના રોજ ટુંકી બિમારી (હાર્ટએટેક) થી મારા મારા પિતાશ્રી રતિભાઈ દેવજીભાઈ મહેતાનું અવસાન થયું. આથી મારા માતુશ્રી તથા બન્ને બહેનો પલ્લવી અને કામીની ની જવાબદારી મારી ઉપર આવી. પુ. પિતાશ્રીના મોક્ષાર્થે મારા નિવાસ સ્થાને ભાગવત સપ્તાહનું આયોજન તા. ૩૦-૮-૮૭થી ૬-૯-૮૭ સુધી કરેલ. તા. ૭-૫-૮૯ના રોજ હું કુ. દેવી રમણીકભાઈ દવે સાથે લગ્ન ગ્રંથીથી જોડાયો અને ત્યારથી શ્રીમતી દેવી ઉમેશ મહેતા થયું. ત્યારબાદ ૧૮-૮-૧૯૯૦ના રોજ પ્રથમ પુત્ર રત્ન હરિતનું આગમન થયું. અને તા. ૨૪-૧-૯૩ના રોજ મારી બહેન પલ્લવીના લગ્ન જુનાગઢ નિવાસી હીતેન એચ. જોષી સાથે કર્યા અને મારી બીજી જવાબદારી પૂર્ણ કરી. બાદમાં તા. ૮-૭-૯૪ના રોજ મારા માતુશ્રી કંચનબેને પણ અમોને મુકી ને વિદાઈ લીધી. તા. ૭-૧૨-૯૫ના રોજમારે ત્યાં બીજા પુત્ર રત્ન ઉમંગનું આગમન થયું. અને મારી અંતિમ જવાબાદારી રૂપી તા. ૩૧-૫-૯૬ ના રોજ નાની બહેન કામીનીના લગ્ન રાજકોટ નિવાસી ભાષ્કર રવિશંકર પંડ્યા સાથે કર્યા અને મારા પિતાજી મારી ઉપર જવાબદારી મુકેલી તે પૂર્ણ કરી. મારે ત્યાં પ્રથમ પ્રસંગ તા. ૧૮- ૨-૨૦૦૩ના રોજ બંન્ને પુત્ર હરિત તથા ઉમંગને યજ્ઞોપવિત ધારણ કરી. આ થઈ મારી કૌટુંબીક અને વ્યવહારીક જવાબદારી. મારે આકાશવાણીમાં કેન્દ્ર સરકારની નોકરી હોવાથી ૨૧ વર્ષ કરતા વધુ રાજકોટમાં સર્વીસ થઈ હોવાથી મારી બદલી આકાશવાણી ભુજમાં થઈ. તા. ૨૦-૮-૨૦૦૪ થી ભુજમાં જોઈન્ટ કરી ત્યાં પણ મને ઘણા અનુભવો મળ્યા અને શીખવાનું મળ્યું. મારા સિનિયર, સ્ટેશન એન્જી.ની બદલી રાજકોટ થતાં છેલ્લા દોઢ વર્ષ એન્જીનીયરીંગ હેડ તરીકે ફરજ બજાવી અને તેથી વેસ્ટ ઝોન (મુંબઈ) દ્વારા પ્રશસ્તીપત્ર મને મળ્યો. તે સરકારી ઓફીસમાં ભાગ્યેજ મળતું હોય છે અને ફરીથી તા. ૧૬-૪-૦૮થી રાજકોટ આકાશવાણીમાં સીનીયર એન્જીનીયરીંગ આસીસ્ટન્ટ તરીકે બદલી થઈ. ફરીથી મારા મધર સ્ટેશનમાં આવી ગયો અને ૬૦ વષૅ રીટાયરમેન્ટ હોય તા. ૩૧-૫-૧૯ના રોજ વય માર્યાદાને કારણે નિવૃત થવાનો છું. શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ રાજકોટની સ્થાપના તા. ૯-૫-૨૦૦૩થી કરી તેમાં માનમંત્રીની જવાબદારી સ્વીકારી. અને આ સંસ્થામાં શિક્ષણ સહાય, અરોગ્ય સહાય, ચક્ષુદાન, દેહદાન જેવી પ્રવૃતિ ગુજરાત કક્ષાએ કરૂં છું અને રાજકોટમાં જ્ઞાતિની વાડી બનાવવાનો સંકલ્પ કરેલ છે. સેવાકીય પ્રવૃતિઓના મારા શોખ અને લગાવના કારણે તા. ૨૩-૧૨-૧૬થી જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. જેમાં હું ચેરમેન ની જવાબદારી નિભાવું છું અને મારા ઘર્મપત્ની શ્રીમતી દેવી ઉમેશ મહેતા મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. મારા જીવનમાં સામાજિક સેવાની શરૂઆત કેવી રીતે થઈ તે વિગતવાર આપને ત્રણ ભાગમાં જણાવવા ઈચ્છું છું.